અ’વાદ એરપોર્ટ શટલ બસ: મિનરલ વોટર, Wifi, CCTV સહિતની સુવિદ્યાઓ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી ‘એરપોર્ટ શટલ બસ’ શરૂ કરાઇ છે. એરપોર્ટ જવા માટે મોટાભાગે શહેરીજનો ટેક્સી કે કેબનો સહારો લે છે, ત્યારે આ શટલ સેવા માત્ર 50 રૂપિયામાં જ એરપોર્ટ પહોંચાડશે. ખાસ કરીને આ શટલમાં Wifi, HD CCTV, ટિકિટની સાથે મિનરલ વોટર, એસી સહિતના તમામ સુવિદ્યાઓ છે.

ગત 24મી જૂનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગથી ‘અમદાવાદ એરપોર્ટ શટલ બસ રૂટ-1000’ શટલ બસ સેવા ચાલુ કરવામાં આવી છે. તમામ આધુનિક સેવાઓથી સજ્જ આ બસ માત્ર 50 રૂપિયામાં એરપોર્ટ પર આવતા પેસેન્જર્સને અને એરપોર્ટ જવા માંગતા પેસેન્જર્સને મુસાફરી કરાવે છે. પહેલાં ડોમેસ્ટિક એરપોર્ટ માટે શરૂ થયેલી આ શટલ સેવા 11મી જૂલાઇથી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ઉપલબ્ધ હશે. એસજી હાઇવે પર આવેલ કર્ણાવતી ક્લબથી એરપોર્ટ પહોંચતા આ શટલને એક કલાકનો સમય લાગે છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME