‘ટ્યૂબલાઇટ’ ફ્લોપ જતાં સલમાનના ઘરે પહોંચ્યા ડિસ્ટ્રિબ્યૂટર્સ

સલમાન ખાન સ્ટારર ‘ટ્યૂબલાઇટ’ બોક્સઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી. જેના કારણે ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર્સને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. તાજેતરમાં જ ન્યૂઝ આવ્યા હતાં કે સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર કેટલાક ડિસ્ટ્રિબ્યૂટર્સ સલમાન પાસેથી પોતાના રૂપિયા પરત માગવા માટે પહોંચ્યા હતાં. જોકે, સલમાન ખાનના પિતા સલીમ ખાને ડિસ્ટ્રિબ્યૂટર્સને રૂપિયા પરત આપવાનો નિર્ણય કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલીમ ખાનને ‘ટ્યૂબલાઇટ’ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે,”ફિલ્મ હજુ પણ ચાલી રહી છે અને રૂપિયા આવી રહ્યા છે. ફિલ્મ ઉતરી જશે ત્યારે ફાઇનલ જોવામાં આવશે કે ડિસ્ટ્રિબ્યૂટરને કેટલું નુકસાન થયું છે અને તેના આધારે ભરપાઇ કરવામાં આવશે.”

કેટલાક રિપોર્ટ્સ મુજબ સલમાન કુલ નુકસાનના 30થી 35 ટકા આપવા માટે રાજી થઇ ગયો છે. આ હિસાબે તે ડિસ્ટ્રિબ્યૂટર્સને માત્ર 50થી 55 કરોડ રૂપિયાની ભરપાઇ કરશે. જ્યારે તમનું કુલ નુકસાન આશરે 75 કરોડ રૂપિયા જેટલું જણાવવામાં આવે છે. નોંધનીય છે કે 23 જુનના રોજ રીલિઝ થયેલી ‘ટ્યૂબલાઇટ’એ બોક્સઓફિસ પર અત્યાર સુધીમાં 114.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME