73% લોકોને મોદી સરકાર પર વિશ્વાસ,‘સરકાર પર વિશ્વાસ’ના ચાર્ટમાં ભારતનો ત્રીજો નંબર

નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવી તેને ત્રણ વર્ષ થયા છે, ત્યારે આજે પણ મોદી મેજીક હજુ અકબંધ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક એન્ડ ડેવલપમેન્ટનો એક અહેવાલ રજૂ થયો છે. OEPD દ્વારા જાહેર કરવામાં આ અહેવાલ મુજબ ભારતમાં 73 ટકા લોકો મોદી સરકાર પર વિશ્વાસ રાખે છે. અને તેઓને પોતાની સરકાર પર પૂર્ણ ભરોસો હોવાનું જણાવી રહ્યાં છે.

OECDનો ગર્વમેન્ટ એટ અ ગ્લાન્સ રિપોર્ટ-2017 રજૂ થયો છે જેમાં દેશભરમાંથી અનેક લોકોના મંતવ્યો રજૂ કરવામાં આવ્યાં છે.આ રિપોર્ટ મુજબ ‘સરકાર પર વિશ્વાસ’ના ચાર્ટમાં ભારતનો ત્રીજો નંબર છે.ભારત પહેલાં ઈન્ડોનેશિયા બીજા નંબર પર છે, જયાં 79 ટકા લોકોને પોતાની સરકાર પર વિશ્વાસ છે તો અગ્ર ક્રમાંકે સ્વિટઝરલેન્ડની સરકાર છે. જયાં 80 ટકા લોકો પોતાની સરકાર પર ભરોસો રાખે છે કે તેમની સરકાર વૈશ્વિક ઈન્ડેક્સ તરફ દેશને દોરી જાય છે.

રિપોર્ટ મુજબ ટ્રસ્ટ શબ્દને “વ્યક્તિ અથવા સંગઠનની ક્રિયાઓ વિશે હકારાત્મક અભિપ્રાય” તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.અહેવાલમાં આગળ જણાવાયું છે કે “હકારાત્મક અભિગમ” મોટા ભાગે “વ્યકિતના વ્યક્તિલક્ષી મૂલ્યાંકન દ્વારા” નક્કી કરવામાં આવે છે.અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે સરકારમાં વિશ્વાસ સરકારની અસરકારકતા અને આર્થિક વિકાસ તરફ દોરી શકે છે.“સરકાર પરનો વિશ્વાસ ટેક્સ સિસ્ટમ તરફ દોરી જાય છે. આ ઉપરાંત સામાજિક અને રાજકીય સર્વસંમતિની સુવિધા આપે છે. નીતિઓ સ્વીકારે છે અને ખુલ્લા અને સંકલિત શાસન પ્રક્રિયાની સક્રિયતા માટે નાગરિક સંલગ્નતાને પ્રોત્સાહન આપે છે”

રિપોર્ટ મુજબ લગભગ 30 ટકા અમેરિકન લોકો ટ્રમ્પ સરકાર પર વિશ્વાસ રાખે છે તો તેની તુલનાએ બ્રિટનની થેરેસા મે સરકાર પર 41 ટકા બ્રિટીશરો વિશ્વાસ ધરાવે છે.દક્ષિણ કોરિયા કે જયાં હાલમાં જ ભ્રષ્ટાચારના કૌભાંડમાં ત્યાંના વડાપ્રધાન પાર્ક ગ્યુન વિરૂદ્ધ ઈમ્પિચમેન્ટની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યાંના લોકો સરકાર પરથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે અને માત્ર 25 ટકા લોકોજ સરકાર પર ભરોસો રાખે છે.જયારે ગ્રીસ કે જયાં કેટલાંક વર્ષોથી આર્થિક સંકડામણ જોવા મળી રહી છે. ત્યાંના 13 ટકા નાગરિકો પોતાની સરકાર પર વિશ્વાસ રાખે છે.આ ઉપરાંત રિપોર્ટ મુજબ ટોપ 5 કેનેડા, જર્મની અને રશિયાનો સમાવેશ થાય છે કે જયાંના લોકો પોતાની સરકાર પર ભરોસો મૂકે છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME