AIB ને મોદીની મજાક ભારે પડી

અશ્લીલ મજાક કરવા માટે જાણીતું કોમેડિ ગ્રુપ AIB અનેક વખત વિવાદમાં પણ ફંસાય ચૂક્યું છે. ત્યારે આ વખતેનો વિવાદ થોડો વધારે ભારે પડી રહ્યો છે. મુંબઈ પોલીસના સાયબર સેલ દ્વારા AIB વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. AIB ગ્રુપે હાલમાં પીએમ મોદીની મજાક ઉડાવતી એક પોસ્ટ કરી હતી જે બાદ કેટલાંક લોકોએ ટ્વિટર પર AIBનો ઉધડો લેતાં ગ્રુપને પોતાની પોસ્ટને ડિલીટ કરી હતી. જો કે મુંબઈ પોલીસે AIB ગ્રુપની આ પોસ્ટને તપાસ માટે સાયબર સેલને મોકલી હતી જે બાદ સાયબર સેલે ગ્રુપ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.

AIB દ્વારા હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ કરાઈ હતી, જેમાં પીએમ મોદી જેવા જ દેખાતા એક શખ્સનો ફોટો પોસ્ટ કર્યો હતો. રેલવે સ્ટેશન પર ઊભેલાં આ શખ્સ મોબાઈલમાં કંઈક ચેક કરી રહ્યાં છે તેવો ફોટો પોસ્ટ કરી વન્ડરલસ્ટનું કેપ્શન લખ્યું હતું.AIBની આ હરકત સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાંની સાથે જ કેટલાંક લોકોએ ગ્રુપની નિંદા કરી અને આ પીએમ મોદી અને દેશવાસીઓની ભાવનાઓની મજાક છે તેવા ટ્વિટ કર્યાં હતા.તો કેટલાંકે ટ્વિટર પર મજાક બનવાનું શરૂ કર્યું હતું. જે બાદ AIBને પોતાની ભદ્દી મજાકને ડિલિટ કરવી પડી હતી. પરંતુ ટ્રોલિંગ બંધ થયું ન હતું.મુંબઈ પોલીસની નજરમાં પણ આ ટ્વિટ આવી હતી અને તેઓએ સાયબર સેલને ફોરવર્ડ કરી હતી. જે બાદ સાયબર સેલે AIB વિરૂદ્ધ FIR દાખલ કરી છે અને આ મામલે વધુ તપાસ કરી રહી હોવાનું જણાવ્યું છે.

ટ્વિટર હેન્ડર્સ દ્વારા નિંદા અને તીખી આલોચના બાદ પણ કોમેડી ગ્રુપે ટ્વિટ ડિલિટ કર્યું પરંતુ તેની કોઈ જ તેના પર પડી ન હતી.ગ્રુપના કોમેડીયન તન્મય ભટ્ટે આ વિવાદ બાદ ફરી એક ટ્વિટ કરી કહ્યું કે, “ અમે જોક્સ બનાવતા રહીશું અને જરૂર પડશે તો તેને ડિલિટ પણ કરતાં રહીશું. તેમ છતાં જોક્સ બનાવવાનું બંધ નહીં કરીએ. જો જરૂર પડશે તો માફી પણ માંગીશુ. અમારા વિશે લોકો શું વિચારે છે તેનાથી અમને કોઈ જ ફર્ક નથી પડતો.”

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME