રાષ્ટ્રપતિની ચૂંટણીઃ મોદી-શાહે કર્યું વોટિંગ

દેશના 14માં રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને વિપક્ષના મીરા કુમાર વચ્ચે આ પદ માટે સીધો મુકાબલો થશે. જોકે, લગભગ 63% મત સાથે રામનાથ કોવિંદ વિજયી બનશે તે નક્કી જણાઈ રહ્યું છે. વોટિંગ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે જ્યારે 20 જુલાઈએ પરિણામ જાહેર કરાશે.

રાષ્ટ્રપતિની પસંદગી સાંસદ અને રાજ્યોના ધારાસભ્યો સાથે મળીને કરે છે. સાંસદો માટે ભવનમાં, જોકે ધારાસભ્યો માટે તેમના રાજ્યોની વિધાનસભામાં મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ છે. જોકે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ગોવાના સીએમ મનોહર પારિકર સહિત 55 સાંસદે તેમના રાજ્યોમાં જ મતદાનની વિશેષ પરવાનગી લીધી છે. મતદાન સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે. વોટિંગ પૂરું થતાં જ મતદાનપેટીઓ વિમાન મારફતે સંસદ ભવનના સ્ટ્રોંગરૂમ સુધી પહોંચાડાશે. મત ગણતરી 20 જુલાઈએ થશે.

4851 મતદાતાઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાગ લેશે. તેમાં 4077 MLAs અને 774 MPs સામેલ થશે.20 આપના ધારાસભ્યો સામે હાઉસ ઓફ પ્રોફિટના મામલે કેસ ચાલી રહ્યો છે. પરંતુ ઈલેક્શન કમિશનના મત પ્રમાણે તેઓ આજે મતદાન કરી શકશે.12 નોમિનેટેડ રાજ્યસભાના સભ્યો મતદાન નહીં કરી શકે. તે સિવાય લોકસભામાં બે ઈંગ્લો- ઈન્ડિયન કોમ્યુનિટીના નોમિનેટેડ સભ્યો પણ મતદાન નહીં કરી શકે.10 રાજ્યસભાની ખાલી સીટ છે. તે માટે ચૂંટણીની જાહેરાત રાષ્ટ્રપતિની ચૂંટણી પછી કરવામાં આવશે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME