ફેસબુકે આપ્યો પાકિસ્તાને જોરદાર આંચકો

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાની સરકારે તમામ ફેસબુક એકાઉન્ટ્સને યુઝરના સેલફોન સાથે જોડવાનો આગ્રહ કર્યો હતો. આ મામલે ફેસબુકે સ્પષ્ટતા કરી દીધી છે કે આવું કરવું બિલકુલ શક્ય નથી.

પાકિસ્તાનના એક ટોચના અખબારે માહિતી આપી છે કે પાકિસ્તાને ફેસબુક એકાઉન્ટને યુઝરના મોબાઇલ નંબર સાથે જોડવાનો વિકલ્પ આપ્યો હતો. આ મામલે ફેસબુક તરફથી કહેવામાં આવ્યું છે કે આવું કરવાને બદલે એને ઇ-મેઇલ સાથે જોડવાનું વધારે સરળ સાબિત થશે. સરકારના આ આગ્રહનો હેત એ નકલી એકાઉન્ટ પર લગામ લગાવવાનો હતો જેનાથી ઓનલાઇન નફરત ફેલાવવામાં આવે છે.

ફેસબુક સાથે સંકળાયેલી એક વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે ફેસબુકે સરકારની ઇશનિંદાની સામગ્રી પર પ્રતિબંધ રોકવાના આગ્રહ પર સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. આ મામલે ગયા અઠવાડિયે ફેસબુકના ઉપાધ્યાક્ષ જોએલ કાપલાને ગૃહમંત્રી નિસાર અલી ખાન સાથે મુલાકાત કરી હતી અને ઇશનિંદાની સામગ્રી વેબસાઇટ પરથી હટાવવાના મામલાની ચર્ચા કરી હતી. હાલમાં પાકિસ્તાનમાં ફેસબુકના 3.3 કરોડથી વધારે યુઝર છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME