ચીન આર્મીએ વિવાદ વચ્ચે તિબેટમાં કરી ફાયર ડ્રિલ

ભારતની સાથે સિક્કિમ બોર્ડર પર જોવા મળતાં વિવાદ વચ્ચે ચીનની મિલ્ટ્રી દ્વારા તિબેટમાં 11 કલાક સુધી લાઈવ ફાયર એકસરસાઈઝ કરી. PLA દ્વારા સાઉથવેસ્ટ ચીનના તિબેટ ઓટોનોમસ રીઝનમાં આ ડ્રિલ કરવામાં આવી. સિક્કિમ સેકટરના ડોકલામ વિસ્તારમાં 30 દિવસથી ભારત અને ચીન આર્મી આમનેસામને છે. આ વિસ્તાર એક ટ્રાઈ જંકશન છે, એટલે કે ત્રણ દેશની સરહદ ભેગી થાય છે. આ વિસ્તારમાં ચીન રસ્તો બનાવવા માગે છે, પરંતુ ભારત અને ભૂતાન તેનો વિરોધ કરી રહ્યું છે.

સરકારી ચાઈના સેન્ટ્રલ ટેલીવિઝન દ્વારા 14 જુલાઈએ પોતાના એક રિપોર્ટમાં આ ડ્રિલ અંગે માહિતી આપવામાં આવી. જો કે એક્સરસાઈઝનો સાચો સમય નથી જણાવવામાં આવ્યો.ગ્લોબલ ટાઈમ્સે સોમવારે કહ્યું હતું કે, “ PLAની તિબેટ મિલ્ટ્રી કમાન્ડની બ્રિગેડ દ્વારા આ ડ્રિલમાં ભાગ લેવામાં આવ્યો, જે ચીનની બે મહત્વની માઉન્ટેન બ્રિગેડમાંથી એક છે.”

PLAની તિબેટ કમાન્ડ ભારત-ચીન બોર્ડર પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ સહિત માઉન્ટેન્સ તિબેટ ક્ષેત્રને જોડનારા અનેક વિસ્તારમાં તૈનાત છે.CCTVના રિપોર્ટ મુજબ તિબેટ કમાન્ડની આ બ્રિગેડ લાંબા સમય સુધી બ્રહ્મપુત્રા નદી જે ચીનમાં યારલુંગ જાંગબોના નામથી ઓળખાય છે ત્યાં મધ્ય અને નીચલા ક્ષેત્રોમાં તૈનાત રહી છે. બ્રહ્મપુત્ર ભારત અને બાંગ્લાદેશમાં વહે છે, જેના પાણીને લઈને વારંવાર વિવાદ જોવા મળે છે.

PLAની 11 કલાકની આ ડ્રિલમાં ટ્રુપ્સ અને અલગ અલગ મિલ્ટ્રી યુનિટ્સે જોઈન્ટ એટેકની પ્રેક્ટિસ કરી. સાથે નિર્ધારીત સ્થળે ઝડપથી પહોંચ્વા માટેનો પણ અભ્યાસ કર્યો.આ ડ્રિલનો એક વીડિયો ઓનલાઈન પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં સૈનિકો બંકરો પર એન્ટી ટેન્ક ગ્રેનેડ્સ અને મિસાઈલનો ઉપયોગ કરતાં જોવા મળે છે.વીડિયોમાં રડાર યુનિટસ દુશ્મના વિમાનની ઓળખ કરતાં જોવા મળે છે. આ ઉપરાંત સૈનિક એન્ટી એરક્રાફ્ટ આર્ટિલરીની મદદથી ટાર્ગેટને નિશાન બનાવતાં પણ નજરે આવે છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME