સપેરાના બિન વાગતા જ એક પછી એક 46 સાપ બહાર આવ્યા

યુપીના ગાજીપુરમાં એક મકાનથી જ્યારે એક સપેરાએ બીન વગાડવાની શરૂઆત કરી તો, એક પછી એક 46 સાપ બિલમાંથી બહાર આવ્યા હતા. જેને જોઈને ગામના લોકો દંગ રહી ગયા હતા. લોકો એ જોઈને દંગ રહી ગયા હતા કે, તેમના મકાનમાં સાપનું ઘર તો નથી ને. સાપને પકડતા જોઈને દિવસભર મકાનની બહાર લોકોની ભીડ જામેલી રહી હતી. સપેરાએ તમામ સાપને મારી નાખ્યા હતા અને પોતાની સાથે એક મોટો સાપ લઈ ગયો હતો.

મરહદ ક્ષેત્રના બોગના ગામમાં કાંતા રાજભરે કહ્યું કે, કેટલાક દિવસો પહેલા ઘરમાં એક સાપ દેખાયો હતો. બહુ શોધખોળ કરી તેમ છતા સાપ મળ્યો ન હતો. આ વચ્ચે જ બે દિવસ પહેલા મારા નાના ભાઈની પત્નીને સાપ કરડી ગયો હતો. ગત બે દિવસોમાં અમને 5 સાપ દેખાયા હતા. તેથી અમે સપેરાને બોલાવ્યો હતો. સપેરાની બિન સાંભળીને બધા સાપ નીકળવા લાગ્યા હતા. એક એક કરીને કુલ 46 સાપ નીકળ્યા હતા.
સાપના બહાર નીકળતા જ સપેરાએ તેમને મારી નાખ્યા હ તા. અંતે એક વિશાળ સાપ તેના હાથે લાગ્યો હતો. જેના પર માંડ માંડ તેણે કાબૂ મેળવ્યો હતો, જેને તે પોતાની સાથે લઈ ગયો હતો.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME