સ્ટેજ શો દરમિયાન દયાનો ફાટ્યો પાયજામો

સીઆઇડીના પોપ્યુલર કોપ દયાનંદ શેટ્ટી આગામી ઝી ગોલ્ડન એવોર્ડ્સ ૨૦૧૭માં પર્ફોર્મન્સ કરતો જોવા મળશે. સફેદ કુર્તા-પાયજામામાં દયા વંદે માતરમ્ પર ડાન્સ કર્યો છે, પરંતુ પર્ફોર્મન્સ શરૂ કરે એ અગાઉ એનો પાયજામો ફાટી ગયો. દયાની આ ફાટેલા પાયજામાવાળી તસવીર હવે ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગઈ છે.ઘટના બાદ દયાએ કહ્યું કે શોના એક દિવસ અગાઉ અમે ફિટિંગ્સ માટે આવ્યા હતા, પરંતુ શોના દિવસે અમે કપડાં પહેર્યા તો એ ક્યાંથી ટાઇટ હતા, તો ક્યાંક ઢીલા, પરંતુ છેલ્લી ઘડીએ કંઈ થઈ શકે એમ ન હોવાથી મેં એ જ પાયજામો પહેરી લીધો. જેવું મેં પર્ફોર્મન્સ શરુ કર્યું કે પાયજામો ફાટી ગયો. મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી મેં ડાન્સ ચાલુ રાખ્યો.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME