ગુજરાત પર ખતરો ટળ્યો, હવે માત્ર હળવો વરસાદ પડશે: હવામાન વિભાગ

ગુજરાત રાજ્યમાં પડેલા વરસાદથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં તારાજી સર્જાઈ હતી. વરસાદથી જન જીવન અસ્તવ્યસ્ત થયું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવવા પડ્યો હતો. વરસાદના પગલે સાબરમતી નદી પર આવેલો ધરોઈ ડેમ ઓવરફ્લો થતાં અમદાવાદ, ખેડા અને આણંદ જેવા જીલ્લાને અલર્ટ કરાયા હતા. અમદાવાદમાં પણ વધુ વરસાદ વરસતા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.ગુજરાતમાં સંભવિત અતિભારે વરસાદની આગાહી હવે હળવી થઇ છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, શનિવારે ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રાંતના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME