વરસાદમાં તૂટી ગયેલા રસ્તાના સમારકામ પાછળ થશે રૂ. 1100 કરોડનો ખર્ચ

આ ચોમાસામાં ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે રાજ્યના અનેક સ્ટેટ અને નેશનલ હાઈવેને મોટુ નુકસાન થયુ છે. શહેર અને ગામડામાં સરકારે બનાવેલા રોડ પણ ધોવાઈ ગયા છે. એક પ્રાથમિક અંદાજ મુજબ સ્ટેટ હાઈવેને થયેલા નુકસાનના સમારકામમાં રૂ. 700 કરોડનો ખર્ચ થઈ જશે છે. ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ હજુ પણ કુલ કેટલુ નુકસાન થયું છે તેનો અંદાજ માંડી રહ્યો છે. શહેરી વિકાસ વિભાગે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડને કુલ રૂ. 350 કરોડનું નુકસાન થયુ હોવાનો અંદાજો બાંધ્યો છે.

રાજ્યના માર્ગ તથા મકાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, “બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય વિસ્તારોમાં કેટલા માર્ગોને નુકસાન થયુ છે તેનો સર્વે ચાલી રહ્યો છે. ધોવાઈ ગયેલા બ્રિજ, રસ્તા વગેરેના સમારકારમમાં રૂ. 700 કરોડની આસપાસનો ખર્ચ થાય તેમ છે. હજુ આનો વિગતે એસ્ટિમેટ કાઢવામાં થોડો સમય લાગશે. ”ઑફિસરે વધુમાં જણાવ્યું કે મોનસૂન એક્શન પ્લાન મુજબ સરકારે વરસાદના પાણી ભરાઈ ગયા હતા તે ધોવાયેલા રોડનું સમારકામ શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકાર પણ આ કુદરતી આફતને કારણે કેટલુ નુકસાન થયુ છે તેનો અભ્યાસ કરી રહી છે. કોર્પોરેશનના વિસ્તારોમાં પૂરને કારણે કેટલું નુકસાન થયુ છે તે અંગે વાત કરતા એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, “પ્રાથમિક ધારણા મુજબ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન, ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જુનાગઢમાં કુલ રૂ. 350 કરોડનું નુકસાન થયુ છે. આ રકમ હજુ પણ ઊંચી જઈ શકે તેમ છે.” રાહત કામકાજના કમિશનર એ.જે શાહે જણાવ્યું કે, “ભારે પૂરને કારણે અત્યારે કુલ 223 લોકોના મોત થયા હોવાનુ પ્રકાશમાં આવ્યું છે. 25 લોકોના મૃત્યુ બીજા કારણોસર થયા હતા. અત્યાર સુધીમાં 8140 જેટલા ઢોરઢાંખરના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે.”

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME