‘તમે મને જીતાડ્યો, હવે તમને બધાંને જીતાડવાની જવાબદારી મારી છે’ : અહમદ પટેલ

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયી ઉમેદવાર અહમદ પટેલે બુધવારે ગાંધીનગરમાં કોંગ્રેસના તમામ વફાદાર ધારાસભ્યો અને આગેવાનોનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, તમે બધાએ મને જીતાડયો છે હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં તમને બધાને જીતાડવાની જવાબદારી મારી છે.અહમદ પટેલે તમામ ધારાસભ્યો તથા નેતાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની વફાદારીને બિરદાવતાં જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીના આ પરિણામોને પગલે આપણા કોંગ્રેસ પક્ષને નવું બળ મળ્યું છે અને નવા જોમ જુસ્સા સાથે તેનો લાભ આપણે સૌએ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં લેવાનો છે.

અહમદ પટેલે કહ્યું કે, ગુજરાતની જનતાનો પ્રેમ અને જનમત આપણે મેળવવાનો છે ત્યારે સૌ કોઇ તે વાતને ધ્યાનમાં લઇ ચૂંટણીલક્ષી બને. તેમણે ઉમેર્યું કે, તમે બધાએ મને જીતાડયો છે અને હવે વિધાનસભાની ચૂંટણીમાં તમને બધાને જીતાડવાની જવાબદારી મારી છે. હું તમારા બધાની સાથે છું ને તમને જીતાડવા પૂરી તાકાત લગાવીશ.ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણીમાં જોરદાર ડ્રામા ભજવાયો હતો અને ભારે રસાકસી પછી અહમદ પટેલ આ ચૂંટણીમાં વિજયી બન્યા હતા. અહમદ પટેલને 44 મત મળ્યા હતા અને તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બળવંતસિંહને કારમી હાર આપી હતી.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME