ભારતને આગળ જતા શરમાવું પડશે: ચીન

ચીનનું કહેવું છે કે, ભારત ખોટી રીતે ચીન સીમામાં દાખલ થયું છે. ભારતે તે માટે ખોટો અંદાજ મેળવ્યો છે. આનાથી ભારતને વધારે તો કઈ મળવાનું નથી પરંતુ આગળ જતા તેને શરમાવું જ પડશે. નોંધનીય છે કે, 16 જૂનથી સિક્કિમ સેક્ટરમાં ડોકલામ વિશે ભારત-ચીનમાં વિવાદ ચાલી રહ્યો છે. ચીનના મત પ્રમાણે વાતચીત ત્યારે જ થઈ શકે છે જ્યારે ભારતની સેના પરત ફરે. જ્યારે ભારતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, બંને દેશની સેના પરત ફરશે ત્યારે જ વાતચીત થશે.

ચીનના સરકારી ન્યૂઝ પેપર પીપુલ્સ ડેલીના જણાવ્યા પ્રમાણે વુહાન યુનિવર્સિટીમાં ચાઈના ઈન્સ્ટિટ્યૂટ ઓઉ બાઉન્ડ્રી એન્ડ ઓશન સ્ટડીઝમાં પ્રોફેસર ગુઆન પીફેંગેએ કહ્યું છે કે, ભારત-ચીન વચ્ચે સમયાંતરે તણાવ થતો રહે છે, પરંતુ આ વખતે આ કઈક અલગ જ છે. ભારતની સેના ચીનની સીમમાં ઘુસી ગઈ છે.ચીનની મિલેટ્રી અને ઈકોનોમી વધારે પાવરફૂલ છે. તેઓ સરળતાથી હાર નહીં માની લે. તેથી સીમા પર વધારે તણાવની સ્થિતિ છે. ચીને આના કરતા પણ વધારે ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.તાજેતરમાં જ યુએ, નેવલ વોર કોલેજમાં ડિફેન્સ સ્ટ્રેટેજીના પ્રોફેસર જેમ્સ.આર. હોમ્સે કહ્યું છે કે, સમગ્ર વિવાદમાં ભારતનું વલણ એકદમ યોગ્ય છે. ભારતની સેના ન તો વિવાદિત વિસ્તારમાંથી પરત ફરી રહી છે ન ચીનની ધમકીઓનો કોઈ જવાબ આપી રહી છે. ભારત એક મેચ્યોર પાવરની જેમ વર્તન કરી રહ્યું છે. જ્યારે ચીન એક અનમેચ્યોર દેશની જેમ નિવેદન કરી રહ્યું છે.આ ખૂબ આશ્ચર્યજનક છે કે, ચીન તેના શક્તિશાળી પડોશી દેશ સાથે સીમા વિવાદમાં વ્યસ્ત છે. જો ચીન સમુદ્રમાં તેમની તાકાત વધારવા પણ માગતુ હોય તો તેમણે પહેલા તેમની સીમા સુરક્ષીત કરવી પડશે. પરંતુ તેનો અર્થ એવો નથી કે તે તેમના પડોશી દેશની સીમામાં દખલગીરી કરે.

ભારતે ચીનની સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની 1400 મીટર લાંબી સાઈનો-ઈન્ડિયા બોરર્ડર પર સૈનિકોની સંખ્યામાં વધારો કરી દીધો છે. સરકારના જણાવ્યા પ્રમાણે દેશની પૂર્વ સરહદ પર ફૌજ માટે એલર્ટ લેવલ વધારી દેવામાં આવ્યું છે.ભારતનું કહેવું છે કે, ચીન અમારી સેનામાં ઘુસણખોરી કરી રહ્યું છે. ત્યાં ભારતના 300 સૈનિકો તૈનાત છે. નોંધનીય છે કે ડોકલામ ભારત-ચીન-ભૂટાનનું ટ્રાય જંક્શન છે.ઈસ્ટર્ન વિસ્તારમાં સેન્સેટીવ વિસ્તારમાં સુકના બેસ્ડ 33 કોર્પ્સ, અરુણાચલ અને આસામ આધારિત 3-4 કોર્પ્સ પ્રોટેક્શનની જવાબદારી આપવામાં આવી છે. આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી કે, કેટલા સૈનિકો વધારવામાં આવ્યા છે. ઓફિસરોએ ઓપરેશન ચાલતુ હોવાના કારણે આ માહિતી આપવાની ના પાડી છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME