અમદાવાદ: VSમાં મેડિકલ સ્ટૂડન્ટનો આપઘાત

એક ચોંકાવનારી ઘટનામાં શહેરની વી.એસ. હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના મહિલા રેસિડેન્ટ ડોક્ટર ડૉ. મેધાવી પટેલે હાથમાં ઈન્જેક્શન લગાવી આપઘાત કર્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા અને એમ.ડી.નું ભણતાં ડૉ. મેધાવી પટેલે ટી.બી.ની બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવારજનો જણાવી રહ્યાં છે. જોકે, તેમનો એવો પણ દાવો છે કે, છેલ્લા કેટલાક સમયથી તેમની સારવાર ચાલી રહી હતી, અને રિકવરી પણ સારી હતી. તેમ છતાંય તેમણે કયા સંજોગોમાં આપઘાત કરી લીધો તે અંગે પોલીસ હાલ FSLની ટીમની મદદથી તપાસ કરી રહી છે.

માત્ર 26 વર્ષની ઉંમર ધરાવતા ડૉ. મેધાવી પટેલને કમરના મણકાનો ટીબી હતો, જેની કેટલાક સમયથી સારવાર પણ ચાલી રહી હતી. પરિવારજનોના કહેવા અનુસાર, તેમાં રિકવરી પણ સારી હતી, અને થોડા સમયમાં તેમનું વજન પણ પાંચથી સાત કિલો વધ્યું હતું. ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા ડૉ. મેધાવીના રુમનું બારણું આજે સવારે જ્યારે તેમની બાજુના રુમમાં રહેતી સ્ટૂડન્ટ્સે ખખડાવ્યું ત્યારે અંદરથી કોઈ પ્રતિભાવ ન આવતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી.પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. મેધાવી પટેલે MBBS પણ વીએસ હોસ્પિટલ, NHL કોલેજમાંથી પૂર્ણ કર્યું હતું, અને અહીં જ તેઓ એમ.ડી.નો અભ્યાસ કરી રહ્યાં હતાં. તેમણે અંતિમ પગલું ભરતાં પહેલાં કોઈ સ્યૂઈસાઈડ નોટ લખી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME