મુંબઈ: દહીં-હાંડીની ઉજવણીમાં 2 ગોવિંદાના મોત, 197 ઘાયલ

નવી મુંબઈના પાલઘર અને પેરોલી જિલ્લામાં દહીં-હાંડી સાથે જોડાયેલી ઘટનામાં બે ગોવિંદાના મોત થયા છે, જ્યારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આ તહેવાર સાથે જોડાયેલી ઘટનાઓમાં કુલ 197 લોકો ઘાયલ થયા છે. નોંધનીય છે કે, આ વખતે મુંબઈ હાઈકોર્ટે 14 વર્ષથી ઓછી ઉંમરના ગોવિંદાઓને આ આયોજનમાં ભાગ લેવા માટે પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, કોર્ટે તે માટે બનાવવામાં આવતા હ્યુમન પિરામિડની હાઈટ ઉપર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.

પોલીસના જણાવ્યા પ્રમાણે પાલઘમાં 21 વર્ષના એક ગોવિંદનું વાઈ આવવાના કારણે મોત થયું છે. જ્યારે એરોલીમાં રહેતા એક ગોવિંદનું મોત કરંટ લાગવાના કારણે થયું છે.પાલઘરમાં આ ઘટના અંદાજે સાંજે 6.27 વાગે થઈ હતી. તેમાં મૃત્યુ પામેલા ગોવિંદની ઓળખ રોહન કિની તરીકે કરવામાં આવી છે.તે દહીં-હાંડી દરમિયાન હ્યુમન પિરામિડ ઉપરથી પડ્યો હતો ત્યારે જ તેને વાઈ આવવા લાગી હતી અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું. તે સમયે મટકી ફોડી દેવામાં આવી હતી.એરોલીમાં મૃત્યુ પામેલા ગોવિંદની ઓળખ જયેશ સાલેં તરીકે કરવામાં આવી છે. આ ઘટના પણ સાંજે 6.30 વાગે થઈ છે. તે સમયે એક સ્કૂલમાં દહીં-હાંડીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.સીનિયર પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે જયેશ મટકી ફોડવાના કાર્યક્રમ દરમિયાન ગેટ પાસે ઊભો હતો. ત્યારે જ તેને વીજળીના ખુલ્લા તારના કારણે કરંટ લાગી ગયો હતો. તેને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધી તેનું મૃત્યુ થઈ ગયું હતું.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME