84 ટકા અમદાવાદીઓમાં પ્રોટીનની ઉણપ

ભારતમાં અદ્યતન જીવનશૈલી, ફાસ્ટફૂડને કારણે પ્રોટિનની ઉણપ હોય તેવા નાગરિકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદની જ વાત કરવામાં આવશે સરેરાશ ૧૦૦માંથી ૮૪ વ્યક્તિ પ્રોટિનની ઉણપની સમસ્યા ધરાવે છે. આમ, પ્રોટિનની સૌથી વધુ ઉણપ ધરાવતા હોય તેવા શહેરમાં અમદાવાદ બીજા જ્યારે ૯૦% સાથે લખનૌ ટોચના સ્થાને છે. તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. એક ખાનગી કંપની દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ અનુસાર ભારતના શહેરમાં સરેરાશ ૭૩% લોકો પ્રોટિનની ઉણપ ધરાવે છે. જોકે, પ્રોટિનની ઉણપ ધરાવતા નાગરિકોનું આ ઊંચું પ્રમાણ છતાં આ સમસ્યાને હજુ સુધી ગંભીરતાથી લેવામાં આવી રહી નથી. પ્

રોટિનની ઉણપ ખાસ કરીને શહેરના નાગરિકોમાં વધારે જોવા મળે છે. દેશના છ મુખ્ય શહેરમાં સર્વેક્ષણ હાથ ધરાયું હતું. જેના અનુસાર લખનૌમાં સૌથી વધુ ૯૦%ને, અમદાવાદ-ચેન્નાઇમાં ૮૪%ને, વિજયવાડામાં ૭૨%ને, મુંબઇમાં ૭૦% લોકોને પ્રોટિનની ઉણપ છે. વધુ ચિંતાની વાત એ છે કે યોગ્ય પ્રોટિન જરૃરિયાત અંગે ૯૩% લોકો વાકેફ પણ નથી. ૧૦૦માંથી સરેરાશ ૮૦ કામકાજ કરતી-ગૃહિણીને પ્રોટિનની ઉણપ છે. પરિવારની જવાબદારી જેના માથે હોય તેવા પુરુષોમાં પણ પ્રોટિનની ઉણપ વધારે જોવા મળી છે. જેના અનુસાર ૭૫% પુરુષો પ્રોટિનની ઉણપ ધરાવે છે.

તબીબોના મતે શહેરમાં વસતા મોટાભાગના લોકો એક વાટકી દાળ પીવાથી પૂરતું પ્રોટિન મળી જશે તેમ માને છે. હકીકતમાં પ્રોટિન વધારવા માટે દરરોજના ડાયેટમાં દાળ-ભાત, રાજમા-ચાવલ, સંભાર તેમજ ફ્રૂટ્સ, દૂધ અને કઠોળનું પ્રમાણ વધારવું જોઇએ. પ્રોટિનની ઉણપને કારણે થાક લાગવાનું , અશક્તિનું પ્રમાણ વધી જતું હોય છે. પ્રોટિન એક એવી બાબત છે કે જેનું સંતુલન જળવાય તે જરૃરી છે. વધારે પડતું પ્રોટિન લેવાથી કિડનીને નુકસાન પહોંચી શકે છે. શરીરનું જેટલું પણ વજન હોય તેના પ્રતિ કિલોગ્રામે ૧ ગ્રામ જેટલું પ્રોટિન લેવામાં આવવું જોઇએ તેવો સામાન્ય મત છે. પરંતુ પ્રોટિનની જરૃરિયાત વ્યક્તિ અને તેની જીવનશૈલી પ્રમાણે બદલાતી રહે છે. ગર્ભવતી મહિલા કે જેને સતત શારિરિક શ્રમ કરવો પડતો હોય તેને પ્રોટિનની વધારે જરૃર પડે છે. જેના માટે જરૃરી છે કે ડોક્ટરની સલાહ લઇને કેટલું પ્રોટિન દિવસ દરમિયાન લેવું તે નક્કી કરવામાં આવે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME