રાહુલ ગાંધીએ ઈન્દિરા કેન્ટીનનો પ્રારંભ કર્યો

કર્ણાટકમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈન્દિરા કેન્ટીનનું ઉદ્ઘાટન કર્યુ છે. ઈન્દિરા કેન્ટીનમાં 5 રૂપિયામાં નાસ્તો અને 10 રૂપિયામાં દિવસ અને રાત બંને સમયનુ જમવાનુ આપવામાં આવશે. રાહુલ ગાંધીને આ વિચાર ઉપર ગર્વ છે કે રાજ્યની કોંગ્રેસ સરકારે આ કેન્ટીનની કલ્પના કરી છે. જોકે તેમને પોતાના સંબોધનમાં બોલવામાં ભૂલ પડી હતી. એક વાર ઈન્દિરાની જગ્યાએ અમ્માની કેન્ટીન બોલી ગયા હતા. પ્રથમ તબ્બકામાં 101 ઈન્દિરા કેન્ટીન દરરોજ 5 રૂપિયામાં શાકાહારી નાસ્તો અને 10 રૂપિયામાં જમવાનુ અને આજ ભાવમાં રાતનું ભોજન આપશે તેમજ ઓક્ટોબર માસમાં મહાત્મા ગાંધીના 148માં જન્મદિવસે 97 વોર્ડોમાં કેન્ટીન ખોલશે.

કર્ણાટકમાં સરકારે ગત વર્ષે 2017-18માં બધાં પાડોશી રાજ્ય તમિલનાડુની પ્રસિધ્ધ ‘અમ્મા’ કેન્ટીન ચલાવવા માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. કર્ણાટકના સિધ્ધારમૈયા અનુસાર સરકારનું લક્ષ્ય રાજ્યને ભૂખથી મુક્ત કરવાનુ છે. રાજ્યમાં દર મહિને ગરીબી રેખાથી નીચે (બીપીએલ)ને અન્ન ભાગ્ય યોજના અનુસાર 7 કિલોગ્રામ ચોખા મફત આપવામાં આવી રહ્યા છે. જેથી તેઓ બે ટાઈમનું જમવાનુ મેળવી શકે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME