લદાખમાં ચીની સૈનિકોએ કર્યો પથ્થરમારો , બંને તરફના જવાનો ઘાયલ

ઈન્ડિયન બોર્ડર ગાર્ડ્સે લદાખમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિકોએ લદાખમાં પેગોન્ગ લેક પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતની કાર્યવાહી પછી ચીની સૈનિકોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે લોકો ઘાયલ થયા હતા. નોંધનીય છે કે 16 જૂનથી સિક્કિમના ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભારત અનેક વખત કહી ચુક્યું છે કે ડોકલામમાંથી બંને સેના હટશે ત્યાર બાદ જ વાતચીત શક્ય છે. બીજી તરફ ચીનનું કહેવું છે કે ભારતે તેની સરહદમાં ઘૂસણખોરી કરી છે. આથી ભારતીય સૈન્યએ પાછું હટવું જોઈએ.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, 15 ઓગસ્ટના રોજ પિપલ્સ લિબરેશન આર્મીએ (પીએલએ) ભારતના બે વિસ્તાર ‘ફિંગર ફોર’ અને ‘ફિંગર ફાઈવ’માં સવારે છ વાગ્યાથી નવ વાગ્યા વચ્ચે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંને વખત ભારતીય જવાનોએ ચીની આર્મીના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો. ભારતીય સૈનિકોએ તેમનો રસ્તો રોકી લેતા ચીની સૈનિકોએ હ્યુમન ચેઈન બનાવી હતી અને પથ્થરમારો કર્યો હતો. ભારતીય બોર્ડર ગાર્ડ્સે તેનો જવાબ આપ્યો હતો. જેમાં બંને બાજુ જવાનો ઘાયલ થયા હતા. ડ્રીલ પછી બંને દેશની સૈના પોતાની પોઝિશન પર પરત ફરી હતી.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME