અમદાવાદ: સેક્સ રેકેટ ચલાવતા ગેસ્ટ હાઉસને લોકોએ સળગાવ્યું

શહેરમાં પોલીસ સ્ટેશનની એકદમ નજીક ચાલતા સેક્સ રેકેટ અંગે પોલીસને ગંધ ન આવી? સોનીની ચાલી ચાર રસ્તા પોલીસ સ્ટેશનની એકદમ નજીકમાં આલતા સેક્સ રેકેટ સામે લોકોનો ગુસ્સો ફાટ્યો અને કાયદો હાથમાં લઈને રાજ પેલેસ ગેસ્ટ હાઉસમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી. આ ગેસ્ટ હાઉસમાં સેક્સ રેકેટ ચાલતું હોવાથી અહીંથી પસાર થતી સ્ત્રીઓને પણ અહીં આવતા લોકો બિભત્સ ઈશારા કરતા હતા, આ ઘટનાઓના કારણે ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ પોલીસની રહેમરાહે આ પ્રકારના ગુનાઓ આચરવામાં આવતા હોવાનું માનીને જાતેજ આ બાબતનો નિવેડો લાવવાનો પ્રયાસ કર્યો.

સોનીની ચાલી ચાર રસ્તા પર આવેલા ગેસ્ટ હાઉસમાં ચાલતા સેક્સ રેકેટથી કંટાળેલા લોકોએ મંગળવારે સાંજના સમયે ગેસ્ટ હાઉસમાં ઘૂસીને તોડફોડ કરીને ત્યાં આવેલા ગ્રાહકો અને રુપલલનાઓની ધોલાઈ કરી નાખી. આટલેથી લોકોનો ગુસ્સો ન અટક્યો તો તેમણે ગેસ્ટ હાઉસમાં આગ પણ લગાવી દીધી હતી.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

8.5 Good
User Rating:
8.5 ( 2 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME