ગુજરાતમાં 16 નવી GIDC બનશે

એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે સળંગ બે દિવસથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ જાહેરાતો કરવામાં આવી રહી છે. ગઈ કાલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કર્યા બાદ આજે રાજ્યના મુખ્યમત્રીએ ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગનો વિકાસ થાય અને ફરી કાપડ ઉદ્યોગમાં ગુજરાતનું નામ બને તે માટે ‘ગારમેન્ટ એન્ડ એપરલ પૉલીસી 2017’ની જાહેરાત કરી છે. ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધી દ્વારા રોજગારીનો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે આ ઉદ્યોગ દ્વારા તેમના પગાર ઉપરાંત મહિલાઓને પ્રતિમાસ 4000 રુપિયા અને પુરુષ કારીગરોને 3200નું ભથ્થું આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે ટેક્સટાઈલ ઉદ્યોગને 5 વર્ષ સુધી મદદ કરવાની વાત કરી છે.

રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ સુરત, તાપી સહિતના વિસ્તારો જીઆઈડીસી બનશે. ઔદ્યોગિક એકમોને વીજ બિલમાં યૂનિટ દીઠ રૂપિયા એકની સહાય, પાંચ વર્ષ સુધી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નવી જીઆઈડીસીથી 1 લાખ લોકોને રોજગારી મળશે, જેમાં 15 હજાર નવા કારખાના સ્થપાશે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

4 Bad
User Rating:
4 ( 5 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME