ગુજરાતમાં 1.06 લાખ દીકરીઓનો થયા છે બાળલગ્ન

સુપ્રીમે અઢાર વર્ષથી નાની પત્ની સાથેના શારિરિક સંબધને બળાત્કાર ગણવાનો ઐતિહાસીક ચુકાદો આપ્યો ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે એકલા ગુજરાતમાં જ 1.06 લાખથી વધુ કિશોરીઓને 15 વર્ષની કાચી વયે જ પરણાવી દેવામાં આવી છે.

દેશની સુપ્રીમ કોર્ટે બુધવારે લેન્ડમાર્ક જજમેન્ટ આપતા 77 વર્ષ જૂનો કાયદો સુધારતા જણાવ્યું કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી હશે તો પુરૂષ અને સ્ત્રી વચ્ચેનું સેક્સ રેપ ગણાશે. આ માટે પતિને ઈન્ડિયન પીનલ કોડ અંતર્ગત 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુઅલ ઓફેન્સીસ એક્ટ) અંતર્ગત જન્મટીપ પણ થઈ શકે છે.

માત્ર ગુજરાતમાં જ 1.06 લાખથી વધુ છોકરીઓ એવી છે જેના 15 વર્ષે લગ્ન કરી દેવાયા છે. નાની વયે પરણાવી દેવામાં આવેલી છોકરીઓમાંથી 25 ટકા એવી છે જે 15 વર્ષ થતા પહેલા જ બે બાળકોની માતા બની ગઈ હતી.આ વિગતો 2011ની વસ્તી ગણતરી દરમિયાન પ્રકાશમાં આવી છે. 2011માં ગુજરાતમાં 15 વર્ષથી નાની વયની 81.63 લાખ છોકરીઓ હતી જેમાંથી 1.06 લાખના તો લગ્ન થઈ ગયા હતા.

રિપોર્ટમાં જણાવાયું છે કે 27,247 છોકરીઓએ તો બે બાળકોને જન્મ પણ આપી દીધો હતો જ્યારે અન્ય 8665 કન્યાઓને એક બાળક હતુ. ગુજરાતમાં 15-19 વર્ષી વયમાં 3.97 લાખ છોકરીઓ પરિણીત હતી જેમાંથી 30,331 છોકરીઓને ત્રણથી વધુ બાળકો હતા.10-14 વર્ષના વયજૂથમાં 811 છઓકરીઓ એવી પણ હતી જેણે છૂટાછેડા લઈ લીધા હોય જ્યારે અન્ય 1596 તેના પતિથી છૂટી પડી ગઈ હતી. રિપોર્ટમાં વધુમાં જણાવાયુ છે કે 4183 છોકરીઓ 14 વર્ષની વયે વિધવા બની જાય છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

5 Not Bad
User Rating:
5 ( 2 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME