સુષ્માની માનવતાની હૂંફ, 2 પાક. નાગરિકોને સારવાર માટે વિઝા

પોતાના માનવતાવાદી કાર્યને આગળ ધપાવતા વિદેશી બાબતોના મંત્રી સુષ્મા સ્વરાજે જાહેર કર્યું છે કે ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ કરાવવા માટે બે પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવામાં આવશે.સુષ્મા સ્વરાજે કહ્યું કે તેમણે ઇસ્લામાબાદમાં ઇન્ડિયન હાઇ કમિશ્નરને પાકિસ્તાની મહિલા નસીમ અખ્તરને ભારતમાં તેની લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવા માટે વિઝા આપવા જણાવ્યું હતું. નસીમ અખ્તરના દીકરાએ મદદ માટે વિનંતી કર્યા પછી સુષ્માએ દરમિયાનગીરી કરી હતી. વિદેશમંત્રીએ તેમના ટ્વીટમાં નસીમ અખ્તરના દીકરાને લખ્યું છે, “મેં ઇન્ડિયન હાઇ કમિશ્નરને ભારતમાં તમારી માતાની લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે વિઝા આપવા જણાવ્યું છે.”

સુષ્માએ જણાવ્યું કે અન્ય એક પાકિસ્તાની નાગરિક શબ્બીર અહેમદ શાહને પણ ભારતના વિઝા આપવામાં આવશે. તેમને પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવાની જરૂરિયાત ઊભી થઇ છે.શબ્બીર અહેમદ શાહના દીકરા અસદુલ્લાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના પિતાની ટ્રીટમેન્ટ માટે સુષ્મા સ્વરાજને ભારતના વિઝા આપવા વિનંતી કરી હતી. સુષ્માએ ટ્વીટ કરી હતી, “તમારા પિતાની લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે અમે ભારતના વિઝા આપીશું.”

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

3 Bad
User Rating:
3 ( 3 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME