બેંગલુરુઃ 4 મકાન ધરાશાયી, 7નાં મોત

શહેરના એજિપુરા વિસ્તારમાં કથિત સિલેન્ડર બ્લાસ્ટની ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે. ઘરમાં રાખેલા એલપીજી સિલેન્ડરમાં થયેલા બ્લાસ્ટથી બે માળનું મકાન જમીનદોસ્ત થઈ ગયું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેની લપેટમાં આસપાસના વધુ ત્રણ મકાન પણ આવી ગયા. મરનારાઓમાં 6 લોકો બ્લાસ્ટવાળા મકાનમાં રહેતા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ પડોશના મકાનમાં રહેતો હતો. મકાનના કાટકાળની અંદર અનેક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડની 40થી વધુ ગાડીઓ અને એનડીઆરએફના કર્મચારીઓ રાહત અને બચાવ અભિયાનમાં લાગી ગયા છે. કાટમાળને હટાવવા માટે જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન, બચાવકર્મીઓએ બિલ્ડિંગના કાટમાળની અંદરથી એક બાળકીને જીવતી બચાવી છે. આ બાળકીના માતા-પિતા આ દુર્ઘટનામાં માર્યા ગયા છે. સરકારે અનાથ થયેલા આ બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે.કર્ણાટકના ગૃહ મંત્રી રામલિંગા રેડ્ડીએ દુર્ઘટના વિશે કહ્યું કે, મકાનમાં રાખેલા એલપજી સિલેન્ડરોમાં ગેસ નહોતો તેના કારણે એવું ચોક્કસપણે ન કહી શકાય કે સિલેન્ડર બ્લાસ્ટના કારણે મકાન ધરાશાયી થયા છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

5 Not Bad
User Rating:
5 ( 2 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME