દેશના પ્રથમ આયુર્વેદ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટનું મોદીએ કર્યું ઉદ્ઘાટન

નરેન્દ્ર મોદીએ મંગળવારે બીજા આયુર્વેદ દિવસ પર દિલ્હીના સરિતા વિહારમાં દેશના પ્રથમ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ (AIIA)નું ઇનોગ્રેશન કર્યું છે. જેને ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની પદ્ધતિએ બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ આયુર્વેદનું મહત્વ સમજાવ્યું હતું અને દરેક જિલ્લામાં આયુર્વેદની હોસ્પિટલ હોવી જોઈએ તે વાત પર ભાર મૂક્યો હતો.

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની ભેટ આપતાં પીએમ મોદીએ ધનવંતરી જયંતિ અને આયુર્વેદ દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.મોદીએ કહ્યું કે, “આયુર્વેદનો વિસ્તાર ઘણો જ મોટો છે. અને દરેક જિલ્લામાં આયુર્વેદની હોસ્ટિપલ હોય તે જરૂરી છે.મોદીએ આયુર્વેદનું મહત્વ સમજાવાતં કહ્યું કે, “અનેક ગંભીર બિમારીનો ઈલાજ આયુર્વેદથી જ શક્ય છે. ત્યારે આયુર્વેદની ઉપયોગિતા વધારવી જરૂરી છે.”વડાપ્રધાને વધુમાં કહ્યું કે, “કોઈપણ દેશ વિકાસની ચેષ્ટા કરે પરંતુ તે ત્યાં સુધી આગળ ન વધી શકે જયાં સુધી આપણાં ઈતિહાસ અને વિરાસત પર ગર્વ કરવાનું ન જાણી શકે.”

પ્રથમ ફેઝમાં આ ઇન્સ્ટિટયૂટને 10 એકરમાં તૈયાર કરવામાં આવી છે. આને તૈયાર કરવા માટે 157 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે.આને એક્રીડિએશન બોર્ડ ઓફ હોસ્પિટલ (NABH)થી મંજૂરી મળી ગઈ છે. આ ઇન્સ્ટિટયૂટમાં એક એકેડેમિક બ્લોક પણ છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

5 Not Bad
User Rating:
5 ( 2 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME