ગૃહપ્રધાનને સલામી આપવા આવવાની કર્મચારીઓએ ધરાર ના પાડી દીધી

ગૃહપ્રધાનને સલામી આપવા માટે રાજસ્થાન પોલીસના પોલીસ કર્મીઓએ આવવાની ધરાર ના પાડી દીધી હતી.વાત જાણે એમ છે કે, સૅલરીમાં મુકાયેલા કાપના વિરોધમાં રાજસ્થાન પોલીસના લગભગ 250 કર્મીઓ એક દિવસની રજા પર જતા રહ્યા હતા.

પોલીસસૂત્રોના જણાવ્યાનુસાર રજા ઉપર જતા રહેલા પોલીસ કર્મીઓમાંથી અમુક કૉન્સ્ટેબલે સોમવારના રોજ ગૃહમંત્રી રાજનાથ સિંહની જોધપુર મુલાકાત દરમિયાન ગાર્ડ ઓફ ઓનર માટે હાજર રહેવાનું હતુ. કોન્સ્ટેબલના વિરોધને કાણે બીજા પોલીસકર્મીઓએ આ પ્રક્રિયા પૂરી કરી હતી. જો કે અધિકારી સૅલરીમાં કાપની આ વાતને અફવા જણાવી રહ્યા છે.

જોધપુરના પોલીસ કમિશ્નર અશોર રાઠોરે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીત જણાવ્યું કે, લગભગ 250થી વધારે પોલીસકર્મી એક સાથે સોમવારના રોજ રજા પર ઉતર્યા હતા, જ્યારે તેમની રજા મંજૂર પણ નહોતી નથી. તેમાંથી અમુકની ડ્યુટી રાજનાથ સિંહને સલામી આપવામા હતી, પણ તેમણે આવવાથી ઈનકાર કરી દીધો. અમારે બીજા પોલીસકર્મીઓ પાસે સલામી અપાવવી પડી.

રાઠોડ જણાવે છે કે આ મુદ્દો ગંભીર છે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજસ્થાનના DGP અજીત સિંહે કહ્યું કે, આ પ્રકારના વલણને સ્વીકારવામાં નહીં આવે. આ કોન્સ્ટેબલ્સ સેલરીમાં થયેલા કાપની અફવા પર વિરોધ કરી રહ્યા છે. વર્તમાનમાં તેમનો પગાર 24,000 પ્રતિમાસ છે, જે રાજ્ય સરકાર દ્વારા ઘટાડીને 19000 કરવાની ખબર છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

5 Not Bad
User Rating:
5 ( 2 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME