દાઉદની સંપત્તી ખરીદવામાં રસ ધરાવતા સ્વામી ચક્રપાણીને મળી ધમકી

મુંબઇમાં શુક્રવારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની સંપત્તીની બોલી લગાવવાની અંતિમ તારીખ હતી. જેથી સ્વામી ચક્રપાણી દાઉદની સંપત્તી ખરીદવા બોલી લગાવવા મુંબઇ આવ્યા હતા. ચક્રપાણીએ જાહેર કર્યું હતું કે તેઓ દાઉદની સંપત્તી ખરીદીને તેના પર શૌચાલય બનાવશે.આ પહેલા સ્વામી ચક્રપાણીએ દાઉદની કારને હરરાજીમાં 32 હજારમાં ખરીદી હતી. તેમજ આ કારને ગાઝિયાબાદમાં સળગાવી દીધી હતી. આ કાર સળગાવવાથી દાઉદનો ખાસ માણસ શકીલે પોતાના શૂટરોને ચક્રપાણીને મારવા મોકલ્યા હતા. પરંતુ સ્પેશિયલ શેલે હુમલાખોર જૂનૈદ અને રૉબિન્સ સાથે અન્ય ચાર લોકોની ધરપકડ કરી હતી.આ કાવતરાનો ખૂલાસો થયા બાદ ચક્રપાણીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. સ્વામીએ શકિલનો SMS રજુ કર્યો હતો. જેમાં શૂટરની ધરપકડબાદ શકીલે સ્વામીને કહ્યું કે, વધારે ખૂશ થવાની જરૂર નથી, હું મારા દુશ્મનો સાથે વીડિયો ગેમની જેમ રમું છું. જેમ કાર સળગાવી તેમ સળગાવીશ. આ બાબતે સ્વામીનું કહેવું છે કે, તેઓ આવા ગૂંડાથી ડરતા નથી. તેનું કામ જ લોકોને ડરાવવાનું છે.

પોલીસે ચાર્જશીટમાં આ મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, અંડરવર્લ્ડ ડોન અને છોટા શકીલે કરાંચીમાં બેસીને હત્યાનું કાવતરૂં રચ્યું હતું. તેણે દિલ્હી પૈસા મોકલાવ્યા હતા. કહેવામાં આવે છે કે, દાઉદના હિટ લીસ્ટના બે દુશ્મન ચક્રપાણી મહારાજ અને તિહાડ જેલમાં બંધ ડી-કંપનીના છોટા રાજન છે.દાઉદ છોટા રાજનને કોઇ પણ સંજોગોમાં મારવા માંગતો હતો પરંતુ ભારતીય એજન્સીઓ દ્વારા તેની ઝડપી લેવાથી દાઉદનું આ સપનું અધૂરૂં રહી ગયું. દાઉદના સૌથી નજીકનો ગણાતો છોટા શકીલ મીડિયાના માધ્યમથી તેને મારવાની સોગંદો વારંવાર ખાઇ રહ્યો છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

10 Very Good
User Rating:
10 ( 1 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME