વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં વૃદ્ધ વ્યક્તિ મૃત નવજાતને મુકી ગયા, CCTVમાં કેદ

શહેરનની સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહની બહાર બૂટ ચંપલ મૂકવાના સ્ટેન્ડમાંથી મૃત નવજાત ચાદરમાં લપેટાયેલું મળી આવ્યું હતું. આ ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ મૃત નવજાત શિશુને મુકીને જતો સ્પષ્ટ દેખાય છે.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ગત 6 જાન્યુઆરીએ મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યુ હતુ. નવજાતનાં માતા-પિતા જ તેને આવી રીતે મૂકી ફરાર થઇ ગયાં હોવાથી માહિતી મળ્યા બાદ રાવપુરા પોલીસને ફરિયાદ કરતાં માતા-પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલનાં રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં સિક્યોરિટી જવાનોની ડ્યૂટી બદલાવાનો સમય હતો ત્યારે ડ્યૂટી શરૂ કરી રહેલ કિરીટ પરમાર નામની વ્યક્તિએ ગેટ બહાર બૂટ ચંપલ મૂકવાના સ્ટેન્ડ પાસેથી લોકોને પોતપોતાનો સામાન હટાવવા માટે કહ્યું હતું. ત્યાર બાદ એક ચાદરનું પોટલું કોઇ ભૂલી ગયું હોય તેમ કિરીટ પરમારને જણાતાં તેઓએ પોટલું ઉંચકી શું છે અંદર તે જોવાનો પ્રયાસ કરતાં એક નવજાત જોવા મળ્યું હતું. તેઓએ તાત્કાલિક સિક્ટોરિટી હેડ અંકુર બારોટને બોલાવી ઘટનાની જાણ કરી હતી. બનાવના સંબંધમાં રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં હવે સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ મૃત નવજાત શિશુને મુકી જતો દેખાય છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

7.5 Good
User Rating:
7.5 ( 4 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME