સુરત: સ્કૂલ વાન આગમાં બળીને ખાક, ચાર બાળકો દાઝયા

સુરતમાં આજે સવારે સાત વાગ્યાના અરસામાં બાળકોને લઈ જતી એક સ્કૂલવાનમાં અચાનક જ આગ ભડકી ઉઠી હતી. આ વાનમાં 15 બાળકો સવાર હતા. વાનમાં આગમાં લાગવાથી ચાર બાળકો દાઝી ગયા છે, જ્યારે બાકીના બાળકોને બચાવવામાં સફળતા મળી હતી.ઘોડદોડ રોડ પર આવેલી બીએસએનએલની ઓફિસ પાસે આ ઘટના બની હતી. જે વાનમાં આગ લાગી તે સીએનજી પર ચાલતી હતી. પ્રાથમિક તારણો અનુસાર, શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. જોકે, તપાસ હાલ ચાલુ છે અને ખરું કારણ તેના પછી જ જાણવા મળશે.

આ વાનમાં સવાર વિદ્યાર્થીઓ સેવન્થ ડે સ્કૂલમાં ભણતા હતા, આ સ્કૂલ અઠવા લાઈન્સમાં આવેલી છે. મહત્વનું છે કે, સ્કૂલવાનો દ્વારા નિયમનો છડેચોક ઉલ્લંઘન કરીને ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડાય છે. એટલું જ નહીં, સીએનજી કિટ લગાવવામાં પણ નિયમોનું પાલન ન થતું હોવાથી સીએનજી પર ચાલતી ગાડીઓમાં આગ લાગવાના અનેક કિસ્સા અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

6.7 Average
User Rating:
6.7 ( 3 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME