AMCનું રૂ.6500 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, નવું સ્ટેડિયમ અને 26 નવા બ્રિજ બનશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2018-19ના આ ડ્રાફ્ટ બજેટમાં 6500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે ગત વર્ષે 6101 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નારણપુરામાં નવું સ્ટેડિયમ જ્યારે 26 નવા બ્રિજ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2018-19 માટે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં જરૂરી સુધારા વધારા કરી સ્ટેન્ડિંગ કમિટી ફાઇનલ બજેટ આપશે. રજૂ કરવામાં આવેલા આ ડ્રાફ્ટ બજેટમાં સામાન્ય વેરા અને વાહન વેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે સ્માર્ટ સિટી અને તળાવોને રિચાર્જ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ડ્રાફ્ટ બજેટમાં રસ્તાઓ અને પુલ માટે 611 કરોડની ફાળવણી કરવામાં આવી છે જ્યારે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર માટે 465 કરોડની બજેટમાં જોગવાઇ છે. આ ઉપરાંત પાણીની સુવિધા માટે 438 કરોડ ડ્રાફ બજેટમાં ફાળવવામાં આવ્યા છે. એએમસીએ ફાયબ બ્રિગેડ માટે 157 કરોડ ફાળવ્યા છે જ્યારે AMTS માટે બજેટમાં 355 કરોડની જોગવાઈ છે.આ ડ્રાફ્ટ બજેટ થકી 4750 કરોડ રૂપિયાની આવક થવાનું અમ્યુ.કો.નું અનુમાન છે. જ્યારે એએમસીનું રેવન્યુ રસપ્લ 1500 કરોડ છે. ડ્રાફ્ટમાં એસજી હાઇવેના સર્વિસ રોડને વિકસિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે શહેરમાં 150 કિલોમીટરના નવા રસ્તા બનાવવાની વાત પણ કરવામાં આવી છે.આ ઉપરાંત નારણપુરામાં 65 કરોડના ખર્ચે નવું સ્ટેડિયમ બનાવવાનો ડ્રાફ્ટમાં જોગવાઇ છે. આ સાથે અમદાવાદ શહેરમાં 26 નવા બ્રિજ બનાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

10 Very Good
User Rating:
10 ( 2 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME