શેરબજારે રચ્યો ઇતિહાસ, સેન્સેક્સ 36000 અને નિફ્ટી 11,000ને પાર

ભારતીય શેરબજાર એ આજે ઇતિહાસ રચી દીધો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટીએ સૌથી ટોચની સપાટી સર કરી લીધી છે. નિફ્ટી પહેલી વખત 11,000ને પાર જ્યારે 30 શેરોવાળો સેન્સેક્સ પણ 36000ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું છે. સેન્સેક્સ 35,868 પર ખૂલ્યો અને ધીમે-ધીમે મજબૂત થતા સવારે 9:34 વાગ્યે 36,0004ની નવી સપાટી સર કરી લીધી.

મંગળવારના રોજ ટ્રેડિંગ સેશનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝો શેર 1.5 ટકાની મજબૂતી પર ટ્રેડ કરી રહ્યો હતો. આ દરમ્યાન બેન્કિંગ અને આઇટી સેકટરના શેરોમાં જબ્બર ઉછાળો નોંધાયો હતો. બીએસ ખાતે 523 શેરોમાં તેજી અને 246 શેરો તૂટ્યા હતા. જો કે 152 શેરોના ભાવમાં કોઇ ફેરફાર નહોતો. ભેલ, કોલ ઇન્ડિયા, યસ બેન્ક જેવા શેરોમાં શરૂઆતમાં તેજી જોવા મળી હતી.9:42 વાગ્યે સેન્સેક્સ 191 અંકની તેજી સાથે 35989 અને નિફ્ટી 58.45 અંકની તેજી સાથે 11024 પર ટ્રેડ થઇ રહી હતી.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

10 Very Good
User Rating:
10 ( 3 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME