2019ની ચૂંટણી એકલી લડશે શિવસેના, BJP સાથેનું 29 વર્ષોનું ગઠબંધન ખતમ

ભાજપના નેતૃત્વ વાળા NDAના ગઠબંધનને એક મોટો ઝાટકો લાગ્યો છે. NDAના ગઠબંધનની સૌથી જુની સહયોગી પાર્ટી શિવસેનાએ મંગળવારના રોજ 2019માં લોકસભા અને વિધાનસભા ઈલેક્શન અલગ અલગ લડવાની જાહેરાત કરી છે. .શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિવસેના અને ભાજપમાં રાજ્ય અને કેન્દ્ર સ્તરે લાંબા સમયથી તાણ ચાલી રહ્યો હતો. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ થોડાક દિવસો પહેલા જ ધમકી આપી હતી કે, જો જરુર પડશે તો પાર્ટી NDAથી અલગ પણ થઈ જશે.

પાર્ટી નેતા સંજય રાઉતે કહ્યું કે તેમની પાર્ટી 2019ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અલગ અલગ લડશે. ઉલ્લેખનીય છે કે 2014માં વિધાનસભાની ચુંટણીમાં સીટોની વહેંચણી બાબતે વિવાદ થતા ભાજપ અને શિવસેનાએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. તે ઈલેક્શનમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને જીતી હતી અને ઈલેક્શન પછી શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

10 Very Good
User Rating:
10 ( 3 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME