તાલિબાન નેતાઓને અરેસ્ટ કરો કે દેશ બહાર કાઢો: USની પાક.ને ચેતવણી

કાબુલની સૌથી મોટી હોટલ ઇન્ટર-કોન્ટિનેન્ટલ પર હુમલામાં 22 લોકોના માર્યા ગયાના બે દિવસ પછી અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ વલણ વધુ કડક કરી નાખ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું છે કે કાબુલ હુમલા માટે જવાબદાર તાલિબાનના નેતાઓની તાત્કાલિક ધરપકડ કરો અથવા તો પછી દેશની બહાર કાઢી મૂકો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આશરો લેનારા તાલિબાનના આ જ નેતાઓએ ત્યાંની સેનાની મદદથી ભારતની એમ્બેસીને પણ નિશાનો બનાવી હતી. આ ઉપરાંત પણ તાલિબાનના આતંકીઓ પાક. આર્મીની મદદથી અફઘાનિસ્તાનમાં હુમલાઓ કરે છે.

સોમવારે રાતે વ્હાઇટ હાઉસમાં થયેલી એક મીટિંગ પછી ત્યાંની પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સ મીડિયાની સામે આવી. તેમણે પાકિસ્તાનને લઇને કડક વલણ દર્શાવ્યું.સેન્ડર્સે કહ્યું- અમે પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું છે કે તેમણે તાત્કાલિક તાલિબાન નેતાઓની ધરપકડ કરવી પડશે અથવા તો પછી તેમને દેશની બહાર કાઢી મૂકવા પડશે. આ આતંકીઓ પાકિસ્તાનની જમીનથી જ પોતાના બદ્ઇરાદાઓને અંજામ આપતા રહ્યા છે.સેન્ડર્સે કહ્યું- પાકિસ્તાનમાં આશરો લેનારા આ આતંકીઓ પાડોશી દેશોમાં હુમલો કરે તેને હવે સહન કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે તાલિબાને જ ઇન્ટર-કોન્ટિનેન્ટલ હોટલ પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. હુમલામાં 22 લોકોના મોત થઇ ગયા હતા.સેન્ડર્સે આગળ કહ્યું- કાબુલની સૌથી મોટી હોટલ પર આતંકી હુમલો થયો. આ પ્રકારના હુમલાઓ પછી અફઘાનિસ્તાન સાથે અમારા સંબંધો વધુ મજબૂત થયા છે. અમે એ સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે અમેરિકા પોતાના આ દોસ્તની મદદ હવે વધુ સારી રીતે કરશે.પ્રેસ સેક્રેટરીએ એમપણ કહ્યું કે હુમલા દરમિયાન અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ ખૂબ સારી અને ઝડપી કાર્યવાહી કરી. અમેરિકન સૈનિકોએ પણ આ ઓપરેશનમાં તેમની મદદ કરી. અફઘાનિસ્તાનના દુશ્મન ભલે જ્યાં હોય, અમેરિકા તેમને નહીં છોડે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

10 Very Good
User Rating:
10 ( 3 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME